લોહાણા યુવા સંગઠન, ગાંધીનગર દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરાયું

0
447

ગાંધીનગરની જાણીતી સામાજીક સંસ્થા લોહાણા યુવા સંગઠન દ્વારા  અનોખી પહેલ  કરવામાં આવી રહી છે જેમાં સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ લોકોને સામાજીક સેવાના કાર્ય થકી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ તા. ૧૩-૦૮-૨૦૧૮, સોમવારના રોજ  આદર્શ નિવાસી અ.જા. શાળા (કન્યા), સેક્ટર-૮, ગાંધીનગર ખાતે ૧૬૭ વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીઓ પાસે સ્કૂલ બેગ ન હોવાથી ખૂબ જ તકલીફ હોવાથી આચાર્યાએ ધ્યાન દોરતા લોહાણા યુવા સંગઠન, ગાંધીનગરના પ્રમુખ નિલેશ પુજારાના સક્રિય પ્રયાસે અને સમગ્ર કારોબારીની લાગણીને કારણે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે જાણીતા પત્રકાર કિશોરભાઈ અંજારીયા, વિનોદ ઉદેચા, સચિન ઠક્કર, શાળાના આચાર્યા જ્યોતિકાબેન રાવલ સહિત સૌએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ. શાળાની બે વિદ્યાર્થીનીઓએ  સ્કૂલ બેગ બદલ પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here