આખરે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રનો હથોડો વિંઝાયો

1074

ગાંધીનગરમાં ગેરકાયદેસર ઉભા થયેલા દબાણો પર તંત્રએ સેકટર – ૧૧ થી હથોડો વિંઝવાનું ચાલુ કરતાં લોકોમાં ખુશી ફેલાઈ હતી. નવાઈની વાત તો એ છે કે ભૂતકાળમાં માર્ગ મકાન વિભાગે જ બનાવેલા લાખોના ખર્ચે જ વળી બાંધકામો પણ ગેરકાયદેસર હોવાથી તોડવાની ફરજ પડી હતી.

આમ સરકારનું એક ખાતુ બનાવે અને બીજું ખાતું તોડે તે ચર્ચાએ ભારે કુતુહલ જગાવ્યું હતું. અભિષેક બિલ્ડીંગના આગળ વધેલા પાર્કીંગને નડતાં બાંધકામો દૂર કરી ગેરકાયદેસર દુકાનોને સીલ મારવાની નોટિસ આપવામાં આવી હતી. તેવું જ બાજુમાં વિજય કોમ્પ્લેક્ષમાં પણ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં પ્રથમ વાર થતું ડીમોલેશન જોવા લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. જોકે લોકોમાં ચર્ચા એ હતી કે અન્યના દબાણો તોડવામાં આવશે કે કેમ?

અભિષેક બિલ્ડિંગના સામે અને આજુબાજુના બહુમાળીમાં પણ પાર્કીંગની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા જ છે. હવે જોવું રહ્યું કે તંત્ર કોઈની શરમ ભરે છે કે પછી સાચે જ ખરા અર્થમાં ડીમોલેશન કરી દબાણો દૂર કરે છે.

Previous articleહોટલ હવેલીએ બનાવેલ છેક રોડ સુધીનો ઓટલો દેખાયો નહીં : રેલીંગ કાઢી સંતોષ માન્યો!
Next articleકારડીયા રાજપુત સમાજ વલ્લભીપુરનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો