સ્વચ્છ ભારત અંતર્ગત સિહોરના એક યુવાને શોર્ટ ફિલ્મ બનાવી

1057

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છ ભારત” ના અભિયાનથી પ્રેરાઈને સિહોર ના એક સેવાભાવિ યુવાન મનીષ આશરાને આ ઉમદા કાર્યમાં સહભાગી બનવાનો ઉચ્ચ વિચાર આવતા તુરંત પોતાના આ ઉચ્ચ વિચાર ને પોતાના મિત્ર વર્તુળમાં આ બાબત પર વાતચીત કરીને “સ્વચ્છ ભારત” નામની શોર્ટ ફિલ્મ બનાવવા ની ઈચ્છા રજૂ કરીને ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ એક નાનકડી ફિલ્મ બનાવીને આજના આ ડિજિટલ યુગના યુવાનો ને એક પ્રેરણાદાયી સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે, સ્વચ્છતા અભિયાન ને વધુમાં વધુ વેગ મળે તે આશયથી સિહોર ના મનીષ આશરા નામના યુવાને સિહોર ની પ્રખ્યાત એલ.ડી.મુનિ હાઈસ્કૂલ,સ્ટેશન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં આ શોર્ટ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં મનીષ આશરા,મલય લંગાળીયા,જયદીપસિંહ ગોહિલ તથા અમિત સંઘવી તેમજ ધર્મ સોલંકી,ખુશ સોલંકી, નિલેશ ટુકડીયા તથા મનોજ ટુકડીયા બાળ કલાકાર ની ભૂમિકા માં જોવા મળશે આ ફિલ્મ જાણીતા ડિરેક્ટર ફિરોઝ મીરાણી અને તેઓની ટિમ તથા સહાયક માં મલય રામાનુજે પણ કામગીરી કરી હતી તથા સિહોર ના નગરસેવક અને જાણીતા પેઇન્ટર શુભાષ રાઠોડે પણ સ્વચ્છ ભારતની ડિઝાઇન બનાવવામાં સહયોગ આપ્યો હતો,

આ શોર્ટફિલ્મ  ૧૫ ઓગષ્ટ ને બુધવારે સાંજે ૪ઃ૦૦ કલાકે બંધન પાર્ટી પ્લોટ ખાતે દર્શાવવામાં આવશે તેમજ યુ-ટ્યુબ માં પણ આ ફિલ્મ જોવા મળશે સિહોરના યુવાન દ્વારા બનાવેલી શોર્ટફિલ્મ ને નિહાળવા સિહોરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

Previous articleકારડીયા રાજપુત સમાજ વલ્લભીપુરનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો
Next articleવિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદમાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો