વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદમાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો

0
623

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ તા ૧૩/૮/૨૦૧૮ ના રોજ બોટાદમા પાળીયાદ રોડ પર આવેલ સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલયમાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.

જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મનસુખભાઇ સાબવા,  આચાર્ય નરેન્દ્રભાઈ ધંધુકિયા અને  સોશ્યલ વર્કર ગૌતમભાઈ વંડરા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here