ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની IT ક્વિઝ યોજાઈ

1263

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જીલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી ક્વીઝ-૨૦૧૮ નું આયોજન ૧૧ મી ઓગસ્ટ ૨૦૧૮ ને શનિવારના રોજ સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં એમ. એ. ગાંધી (મ્યુનીસીપલ કમિશ્નર, ભાવનગર), ડૉ. બી. એન. પંચાલ (ઇન.ડીન, સરકારી મેડીકલ કોલેજ),  નીતિનભાઈ કાણકિયા, ત્રિવેદી ઇન્ડસ્ટ્રી, ભાવનગર),  સુનીલભાઈ વડોદરિયા (પ્રમુખ,એસ.સી.સી.આઈ., ભાવનગર) તથા પરેશભાઈ ત્રિવેદી (પ્રમુખ, કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.  તેઓએ પોતાના વ્યકતમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિશે માહિતી આપી વિધાર્થીઓને શુભેછા પાઠવી હતી.

જીલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી ક્વીઝમાં દેઢિયા રોનિત, ખસીયા નિસર્ગ , ધુલ્લા પાર્થ, દેઢિયા પાર્થ, લશ્કય વિષ્ણુ, અમ્બુરે અનુરાગ, પાટીલ મંથન, ચૌહાણ શક્તિ, ચૌહાણ જય, ગાઠાણી પાર્થ, બેલાણી વિરાજ, મકવાણા હર્ષલ, શાહ જૈનમ, હરસોરા કશ્યપ, જાદવ ભરત, હડિયા દ્રષ્ટી, કાપડિયા ખુશી, વ્યાસ નૈતિક, પડિયા નીધેય પ્રથમ દસ ટીમો તરીકે સ્થાન પામેલ.

ઉપરોક્ત વિજેતા થયેલ દસ ટીમો આગામી ૬-૦૯-૨૦૧૮ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી ક્વીઝમાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરોક્ત ટીમોને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ દ્વારા શુભેત્છાઓ પાઠવામાં આવી આવેલ.

Previous articleજિલ્લા કક્ષાની આઈટી કવીઝમાં મહુવાની બેલુર શાળા બીજા ક્રમે
Next articleહિરાભાઈ સોલંકી સોમનાથ દાદના દર્શને