ફાતિમા કોન્વેન્ટ પ્રા.શાળા દ્વારા વન-ડે સ્ટડી કેમ્પ યોજાયો

1353

 

ભાવનગર,તા.૧૩

ફાતિમા કોન્વેન્ટ પ્રાથમિક શાળામાં વિકટોરિયા પાર્ક ભાવનગર ખાતે વન્ડે નેચર સ્ટડી કેમ્પ યોજાયો તેમાં કબબૂલ બૂલ-૩૨, ગાઈડ-૨૮ સ્કાઉટ-૪૦, શિક્ષકો-૩, જિલ્લા સંઘમાંથી પાર્થભાઈ ગોપાણી, અમારી સ્કુલનાં સિસ્ટર ઈઝાબેલ હાજર રહેલ.કબબૂલબૂલ સ્કાઉટ ગાઈડને વિકટોરિયા પાર્કની વનસ્પતિ ઔષધિય વનસ્પતિ અને તૃણ વિશેની માહિતી આપી સાથે વૃક્ષો પક્ષીઓ અને વર્ષાઋતુમાં જોવા મળતા નાના મોટા જીવજંતુઓનો પ્રત્યક્ષ નિહાળ્યા અને તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને પ્રકૃત્તિનો અભ્યાસ કર્યો.આ કેમ્પને સફળ બનાવવા માટે સિસ્ટર રીના, સિસ્ટર ઈઝાબેલ અને સ્કાઉટ માસ્ટર, તીર્થેશ આસ્તિક, મારિયા મેસ્કેરેનિસ અને નિકિતાબેન મુંઝપરા ગાઈડ કેપ્ટન અને જિલ્લા સંઘમાંથી પાર્થભાઈ ગોપાણીએ જહેમત ઉઠાવેલ.

Previous articleહિરાભાઈ સોલંકી સોમનાથ દાદના દર્શને
Next articleશહેરમાં આજે સાંજે ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાની કાર્યક્રમ