શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભીડ

0
766

ભગવાન શિવજીની ભક્તિ અને આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો પ્રરંભ થયેલ જેના આજે પ્રથમ સોમવારે શહેર અને જીલ્લાભરના શિવમંદિરોમાં સવારથી જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતાં અને હર-હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતાં. શહેરના ભીડભંજન મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર તથા કામનાથ મંદિર સહિતના શિવાલયોમાં આસ્થાભેર ભાવિકોએ પુજા-અર્ચના સાથે દૃશન કર્યા હતાં. તેમજ દુધ તથા  જળનો અભિષેક કરીને બિલીપત્ર ચઢાવી ભગવાન શિવજીની પૂજા કરીહ તી. આમ આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભીડ રહેવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here