જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદ પર હિંસક હુમલો

0
461

સંસદ નજીક કોન્સ્ટીટ્યુશન ક્લબમાં જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદ ઉપર કેટલાક વણઓળખાયેલા લોકોએ હુમલો કરી દીધો હતો. જો કે આ હુમલામાં ખાલીદ સહેજમાં બચી ગયો હતો. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અજય ચૌધરીએ માહિતી આપતા કહ્યું છે કે, ખાલીદ ઉપર ક્લબની બહાર ટી સ્ટોલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પાછળથી આવીને એક શખ્સે હુમલો કર્યો હતો. તે વખતે ખાલીદ અને તેના સાથીઓ સ્ટોલ ઉપર ચા પી રહ્યા હતા. હુમલાથી ખાલીદ પડી ગયો હતો. જો કે તે સુરક્ષિત રહ્યો હતો.

આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે. ડિસ્ટ્રીક્ટ કમિશનર ઓફ પોલીસ મધુર વર્માએ કહ્યું છે કે, ખાલીદના દાવાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉમર ખાલીદ ઉપર એક વ્યક્તિએ પાછળથી આવીને હુમલો કર્યો હતો.

ખાલીદ ઉપર ગોળીબાર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે તરત ગોળીબાર કરી શક્યો ન હતો. ખાલીદના કહેવા મુજબ લોકોએ પીછો કર્યો ત્યારે તે ફરાર થઇ ગયો હતો. સાથે સાથે હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ક્લબના પ્રવેશ દ્વાર ઉપર ખાલીદ હતો ત્યારે બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ખૌફ સે આઝાદી ટાઇટલ નામથી આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ખાલીદ પહોંચ્યો હતો. ત્રણ લોકોની સાથે તે ચા પીવા માટે ગયો હતો તે વખતે હુમલો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here