ભાજપ-બીજેડી વચ્ચે કોઈ ગઠબંધન નથી : પ્રકાશ જાવડેકર

1675

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બીજેપી અને અન્ય પાર્ટીએ એનડીએને સમર્થન આપ્યુ છે. પરંતુ બીજેડી સાથે કોઈ ગઠબંધન કરવામાં આવ્યુ નથી. અને બીજેડીએ એનડીઓનો હિસ્સો પણ નથી.પ્રકાશ જાવડેકર ત્રણ દિવસના ઓડિસાના રાજકીય પ્રવાસે છે.  સોમવારે તેમણે બરહામપુરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરી હતી.

રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બીજેડીએ એનડીએના ઉમેદવારને મત આપતા કોંગ્રેસે બીજેડી અને ભાજપ વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો.

 

Previous articleઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંકડો વધી ૩૯૬ થઇ ગયો
Next articleફેન્સની માંગણી : રવિ શાસ્ત્રીને કાઢી રાહુલ દ્રવિડને કોચ બનાવો