ફેન્સની માંગણી : રવિ શાસ્ત્રીને કાઢી રાહુલ દ્રવિડને કોચ બનાવો

0
511

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી જ્યાં તેને ૨-૧થી હારવાનો વારો આવ્યો. ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં છે જ્યાં તે પાંચ ટેસ્ટમેચોની સિરીઝમાંથી બે હારી ચૂકી છે. જે પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવાની છે ત્યારે તેનું ભવિષ્ય શું હશે તેની અટકળો અત્યારથી જ વહેતી થઇ ગઇ છે.

અટકળો વહેતી થવા પાછળનું કારણ પણ ભારતીય ટીમના કોચ રવિ શાશ્ત્રી છે. વિદેશની ધરતી પર સૌરવ ગાંગુલીએ જે ટીમમાં જીત માટેના પ્રાણનો સંચાર કર્યો હતો તે હાલની ટીમ ઇન્ડિયામાં ક્યાંય દેખાઇ નથી રહ્યો. વિદેશમાં હાલની ટીમ ઇન્ડિયન ટીમ બાંગ્લાદેશ કે ઝીમ્બાબ્વેની ટીમ જેવી લાગી રહી છે. જેનો પરચો ફેન્સને લોડ્‌ર્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે જ મળી ગયો.

આ સાથે જ ભારતીય  ટીમના કોચ રવિ શાશ્ત્રી પર પણ આંગળીઓ ચીંધાવા લાગી છે. સવાલ એ છે કે શું ભારતને ફુલ ટાઇમ કોચની જરૂર છે ? સોશિયલ મીડિયા પર લોકો તસવીરો શેર કરી રવિ શાશ્ત્રીની ટીકા સાથે એક બીજા ભારતીય ખેલાડીનું નામ લઇ રહ્યા છે જે કોચની દાવેદારી માટે અત્યારે અગ્રક્રમ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here