મેડલ જોઈતા હોય તે પ્રકારની સુવિધા પણ મળવી જોઈએ : વીનેશ ફોગાટ

0
659

વીનેશ ફોગાટે કહ્યું કે, ભારત પોતાના પહેલવાનો પાસેથી મેડલની આશા રાખે છે પરંતુ આ પ્રકારના ચેમ્પિયન તૈયાર કરવા માટે તે પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેકે પ્રશિક્ષિણની કેટલીક પરિસ્થિતિઓમાં થોડો સુધારો થયો છે. હરિયાણાની ૨૩ વર્ષિય વિનેશ ખુબ જ સારા ફોર્મમાં છે. તેને એશિયાઇ રમતમાં પહેલા રાષ્ટ્રમંડળ રમતમાં સ્વર્ણ પદક જીત્યા હતાં. વીનેશ લખવઉમાં રાષ્ટ્રીય શિબિરનો ભાગ હતી. પરંતુ તેણે ખુલાસો કર્યો કે, તે કેટલાક સત્રોમાં ગઇ ન હતી કારણ કે, અભ્યાસ હોલમાં ખુબ જ ગર્મી હતી અને સખત અભ્યાસથી તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી.

વીનેશએ કહ્યું,’આપણે હવે એશિયાઇ રમતોમાં રમવાનું છે અને તેના પછી વિશ્વ ચેમ્પિયનશિપ થવાની છે. પરંતુ સ્થિતિ જ્યાની ત્યાં જ છે. અભ્યાસ સ્થળ પર મળનારા ભોજનમાં સુધાર થયો છે પરંતુ બીજી ઘણી વસ્તુઓમા સુધારની જરૂરીયાત છે. જો તમારે ઓલંમ્પિક મેડલ જોઇતા હોય ચતો તમારે એ પ્રમાણેની સુવિધાઓ પણ આપવી પડ્‌શે.’

આગળ તેણે કહ્યું,’પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ અમે અભ્યાસ કરીએ છીએ પરંતુ અમારી ફિટનેસ પ્રભાવિત થાય છે અને તે ઇજાનું કારણ પણ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here