ગાંધીનગરમાં પાર્કીંગ ખોલાવવા મુદે દબાણનો રાઉન્ડ આજે પણ ચાલુ રહ્યો

1038

ગાંધીનગરમાં સેકટર – ૧૧ માંથી શરૂ થયેલો પાર્કીંગ ખોલાવવા માટેનો સીલસીલો દબાણ ખાતાએ આજે પણ ચાલુ રાખ્યો હતો. હોટલ હવેલીની બાજુમાં આવેલા પ્લોટમાં બનેલા બિલ્ડીંગમાં ગેરકાયદેસર સીડીઓ, હોર્ડિંગ્સ તેમજ વધારાનું પાકુ દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગ જો કે આખુંયે હેતુફેરમાં ગેરકાયદેસર બનેલું છે. પરંતુ હાલ પાર્કીંગ સ્પેશ ખોલાવવા માટે જરુરી દબાણ હટાવાયા હતા.

આજે પણ હોટલ હવેલી દ્વારા ગેરકાયદેસર દરવાજા બનાવી રોડ સુધી બનાવેલા ઓટલાને નહીં તોડતાં લોકોમાં દબાણ ખાતા તરફ શંકા સાથે ભારે કુતુહલ અને ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે દબાણ ખાતાના અધિકારીઓએ તેનો પણ વારો આવશે તેવી હૈયાધારણા આપી હતી. પરંતુ ભાજપના મોટા માથાની ભાગીદારી હોવાની ચર્ચાએ આખી કામગીરી પર શંકાના વાદળો ઘેરાયા હતા.

આ ઉપરાંત શહેરના કોમર્શીયલ ભરચક ગણાતાં આ વિસ્તારમાં આડેધડ કરેલા વાહનોને પણ બે ટોઈંગ વાન દ્વારા ઉપાડી જવામાં આવતાં આડેધડ વાહનો પાર્ક કરનાર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

Previous articleમગફળી કાંડ મુદે ગાંધીનગર કોંગ્રેસે સે.૬ ખાતે દેખાવો યોજયાં
Next articleઘ-રોડ પર શંકરસિંહ બાપુ દ્વારા વાહનોની ઝડપ અંગેનું સંશોધન કરાયુ