ભરતનગરનો શખ્સ ચોરાઉ સ્કુટર સાથે રૂપાણીથી ઝડપાયો

0
843

શહેરનાં સરદારનગર ગુરૂકુળ પાસેથી ૨૦૧૨માં કરેલ સ્કુટીની ચોરીમાં ભરતનગરનાં શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર ના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ. જગદીશભાઇ મારૂને મળેલ બાતમી આધારે ભાવનગર, રૂપાણી સર્કલ પાસેથી દિવડી ચોક પાસેથી આરોપી અતુલભાઇ શિવાભાઇ સઠીયા/માળી ઉ.વ.૫૨ રહેવાસી ભરતનગર, અભિષેક સોસાયટી, પ્લોટનં-૨૭૬ ભાવનગર વાળાને સ્કુટી પીઆપી પ્લસમોપેડ રજી નંબર જીજે ૦૪ બીબી ૨૭૬ કિ.રૂ઼ ૨૫,૦૦૦/-  સાથે ઝડપી પાડેલ અને સ્કુટીના એન્જીન ચેચીસ નંબર આધારે ખરાઇ કરતા સ્કુટીનો સાચો નંબર જીજે ૪ બીબી ૨૨૯ નો હોવાનું જણાઇ આવેલ અને સ્કુટી ચોરી બાબતે વર્ષ ૨૦૧૨ માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હતો તેની પાસેથી મળી આવેલ સ્કુટી બાબતે પુછતા પોતે આ સ્કુટી વર્ષ ૨૦૧૨ માં સરદારનગર ગુરૂકુળ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી આ અંગે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here