જાફરાબાદ જા.કે.ઉ મંડળ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ

895

જા.કે.ઉ. મંડળ જાફરાબાદ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે. એસ.સી. મોદી ઉચ્ચતર માધ્ય. શાળા, કે.પી. મહેતા માધ્યમિક શાળા, ડાંડિયા મિડલ સ્કુલ અને ટી.જી.જી.ડી. સંઘવી પ્રા.શાળા તથા ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉ.પ્રા. શાળાના સંયુકત ઉપક્રમે ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહસભર ઉજવણી થયેલ. જેમાં કેમ્પસની બન્ને હાઈસ્કુલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયેલ પારેખ અને મહેતા હાઈસ્કુલના શ્રેયાન સારસ્વત કપિલ્ભાઈ વ્યાસના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગીત મામ બાળકો તથા ગત વર્ષમાં ધોરણ ૧ થી ૧રમાં પ્રથમ અને દ્વિતીય નંબરે પાસ થનાર બાળકોને ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ. કાર્યક્રમ સંચાલન વ્યાસ પ્રિયંકાબેન, સૈયદ સુઝાન અને મલેક અલીવીરા દ્વારા થયેલ.  કેમ્પસની તમામ શાળાઓના આચાર્યઓ, સારસ્વત ગણ અને વિદ્યાર્થી ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેલ. આભારવિધિ નિયામક રામાનંદી દ્વારા કરવામાં આવેલ.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Next articleરાણપુરમાં નવનિર્મીત હેત વિદ્યાલય દ્વારા ૧૫ મી ઓગસ્ટની અનોખી રીતે ઉજવણી