સાનિયા મિર્ઝાએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી, પાકિસ્તાની ફેન્સ ભડક્યા

0
435

 

ભારતની સ્ટાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટર પર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જોકે, આને લઈને પાકિસ્તાનના પ્રશંસકો ભડકી ગયા છે. ઘણા પાકિસ્તાની પ્રશંસકોએ તેને સલાહ આપી હતી કે હવે તેણે ભારતનું સ્વતંત્રતા દિવસ નહીં પરંતુ પાકિસ્તાનની આઝાદીનો દિવસ મનાવવો જોઈએ.

જોકે, સાનિયા મિર્ઝાએ પણ તેને ટ્રોલ કરનારાઓને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું હતું કે તેનો સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગસ્ટ છે અને તેના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક માટે સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ છે. સાનિયાએ બુધવારે ભારતની આઝાદીની ૭૧મી વર્ષગાંઠ પર ટિ્‌વટર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાનિયાએ ટિ્‌વટર પર એક પછી એક ત્રણ ટિ્‌વટ કર્યા હતા. પોતાના પ્રથમ ટિ્‌વટમાં તેણે ૪૫ સેકન્ડનો એક વીડિયો જારી કર્યો હતો. સાનિયાએ ત્રિરંગાના રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેણે કહ્યું હતું કે તેણે ક્યારે પ્રથમ વખત પોતાની જાતને આઝાદ અનુભવી હતી.

બીજી તરફ સાનિયાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતીયોને અને સાનિયા મિર્ઝાને આઝાદીની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત અને પાકિસ્તાનના મોટા ભાગના પ્રશંસકોએ સાનિયાને પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી હતી. જોકે, કેટલાક પાકિસ્તાની પ્રશંસકોએ સાનિયા મિર્ઝા પ્રત્યે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેણે હવે ભારત નહીં પરંતુ પાકિસ્તાનનો આઝાદી દિવસ મનાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here