સ્વાતંત્રય દિન ૧૫મી ઓગષ્ટના રોજ યોજાય ગયેલો ધ્વજવંદન કાર્યક્રમ

1701

ભાવનગર સ્વાતંત્ર્યદિન તા.૧૫મી ઓગષ્ટના રોજ ભાવનગર મહાનગર પાલિકા પટાંગણમાં ધ્વજવંદન ઉજવણી કાર્યક્રમ મહાનગર સેવા સદન પટાંગણ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મેયર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી માન સાથે ઉજવણી કરાયેલ આ પ્રંસગે મેયરે રાષ્ટ્ર વિકાસ કાર્યોમાં સહયોગી બનવા લોકોને પ્રેરક અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, આ કાર્યક્રમ પ્રસંગે કમિશ્નર ગાંધી, નાય. કમિ.ગોવાણી, ડે.કમિ. રાણા સીટી એન્જી. ચંદારાણા વિગેરે અધિકારીઓ     પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ડે.મેયર કારોબારી ચેરમેન પૂર્વ મેયર મહિપતસિંહ ગોહિલ, બાબુભાઈ સોલંકી ચિમનભાઈ ગોહિલ, બાબુભાઈ સોલંકી, ચિમનભાઈ યાદવ, સુરેશભાઈ ધાંધલ્યા હાજર રહ્યા હતા રાષ્ટ્રધ્વજવંદન બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરેલ.

આ કાર્યક્રમ વેળા ગાર્ડન દ્વારા લોકોને વૃક્ષો વાવવા વૃક્ષોનું વિતરણ કરેલ.કાર્યક્રમમાં અભયસિંહ ચૌહાણ, વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ શાસકનેતા પરેશ પંડ્યા, રહીમભાઈ કુરેશી પૂર્વ નગરસેવક ભૂપત દાઠીયા નગર સેવીકાઓ ચિતલબેન પરમાર દિવ્યાબેન વ્યાસ, ઉર્મિલાબેન ભાલ તથા સામાજીક અને રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાતંત્ર્ય દિને ગાર્ડન વિભાગ દ્વારા શહેરના લોકોને વૃક્ષો વાવવા મફત વૃક્ષો વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.

Previous articleકોંગ્રેસના માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Next article૭રમાં સ્વાતંત્ર પર્વ ભાવ. જીલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણા ખાતે કરવામાં આવી