ઘોઘા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તણસા ગામે ઉજવણી

1418

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વ તણસા ગામે યોજાયો. જેમાં ઘોઘા મામલતદાર મકવાણા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી પરમાર ભાઈ તાલુકા શિક્ષશ અધિકારી ઉપાધ્યાય, ઘોઘા પી.એસ આઈ.રાણા, ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, તાલુક પંચાયત સદસ્ય વિરમદેવસિંહ ગોહિલ, બી.આર.સી. વિજયભાઈ બારૈયા, સરપંચ કનકસિંહ ગોહિલ, ફોરેસ્ટ અધિકારી દિવ્યરાજસિંહ સરવૈયા, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલ્ધિયા, ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, આચાર્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, સી.આર.સી. કુકડ, જયપાલસિંહ ગોહિલ, સી.આર.સી.તણસા પ્રહલાદસિંહ ગોહિલ, સી.આર.સી. ઉખરલા. જયદેવસિંહ, ગામના ઉપસરપંચ રામદેવસિંહ ગોહિલ, નાયબ મામલતદાર ખશિયા, નાયબ તાલુકા વિકાસ અધિકારી ઝાલા, સર્કલ મહેન્દ્રસિંહ, તલાટી મંત્રી, આગેવાનો રણજીતસિંહ ગોહિલ, ભાઈસાબભા, ગ્રામજનો શિક્ષક્‌ મિત્રો,બાળકો  ઉપસ્થિત રહયા હતા. ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા દેશની આઝાદીમાં યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શહિદ ભગતસિંહ, લાલા લજપતરાય, ચંદશેખર આઝાદ, નેતા સુભાષ ચંદ્ર બોઝ સહિત દેશના પ્રથમ પ્રધાનમંત્રી સ્વ.ઇન્દિરા ગાંધી અને સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને યાદ કરી વંદન કરી સાથે દેશની રક્ષા કરતા વીર જવાન શહીદોને વંદન સાથે  આવનારું દેશનું  ભવિષ્ય બાળકો છે,કોઈ સારા આઈ.પી.એસ., આઈ.એસ, સારા ડૉક્ટર, એન્જીનીયર,જે ક્ષેત્રમાં જવા માંગતા હોય ત્યાં સફળ થાવ અને માતા પિતા,ગામ,શાળા,તાલુકા,જિલ્લા,રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી સાથે  બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું સાથે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

Previous articleનાના સખપરનો વિજય હવે જવાહર નવોદય વિદ્યાલયમાં ભણી શકશે
Next articleઅટલજીનો ભાવનગર સાથે ખાસ સબંધ રહેલો