અટલજીનો ભાવનગર સાથે ખાસ સબંધ રહેલો

0
1344

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપઈએ પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન ભાવનગર સાથે એક અનોખો સબંધ કેળવ્યો હતો આ આદર્શવાદી નેતાએ ભાવેણાવાસીઓમાં અનેરી છાપ છોડી છે.

રાજસત્તા, પ્રજાનું પ્રતિનિધિત્વ અને દેશનું શાસન ચલાવવા માટે નેતા પક્ષ કેવો હોવો જોઈએ તે બાબતનો ઉમદા ચિતાર આદેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપઈએ આપ્યો છે લાંબા સમય સુધી નાદુરસ્ત તબીત અને અજ્ઞાત વાસ વેઠ્યા બાદ બિમારીના કારણે સારવાર દરમ્યાન તેમનું નિધન થતા સમગ્ર દેશમાં ઘેરા શોકનું મોજુ ફરિવળ્યુ છે. આઝાદી કાળ બાદ દેશને પ્રાપ્ત થયેલ અનેક વડાપ્રધાન પૈકી લોકોમાં સર્વ પ્રિય થયેલા ગણ્યા ગાંઠ્યા વડાપ્રધાનો પૈકી લોક માનસમાં અમીટ છાપ ઉભી કરનારા તથા દેશના વિકાસને સુશાસન દ્વારા પ્રગતિના પંથે દોરી જનારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના નિધનના સમાચાર પ્રસારીત થતા સેંકડો લોકોએ એક દુઃખદ આંચકો અનુભવ્યો છે.

દેશ સેવા અર્થે ઘર પરિવારતો છોડ્યા પરંતુ આજીવન વિવાહ સંસ્કારથી દુર રહી દેશવાસીઓ માટે નોંધનિય બલીદાન પણ આપ્યું હતું. પોતાના શાસનકાળ દરમ્યાન પરદેશી મુલ્કને તમામ પ્રકારે ભાન કરાવવા પોકરણગઢનું અણુ પરિક્ષણ હોય કે દેશના છેવાડે વસતા પછતા વર્ગના લોકો માટે અનેક યોજનાઓનો ચુસ્તપણે અમલ આપી તમામ બાબતોનો ધારદાર નિર્ણય દેશની કરોડો જનતા માટે કાયમ માટે અવિસ્મરણીય બની રહેશે આ વડાપ્રધાનએ પોતાના રાજકીય જીવન દરમ્યાન ભાવેણા સાથે ખુબ સારા સંબંધો જાળવી રાખ્યા હતા ભાજપ પાર્ટીના ગઠન પૂર્વે જનસંઘ નામનો પક્ષ હતો આ પક્ષના આધારનિવ સમાં વાજપેઈજી ૧૯૬૪ની સાલમાં ભાવનગર આવેલા એ સમયે રાજ્યમાં કચ્છ સત્યાગ્રહ ચાલી રહ્યો હતો જેમાં ભાવનગરથી જનસંઘના કાર્યકરોને વિદાય આપવા અટલજી ભાવનગર આવેલા અને સભાઓ સંબોધી હતી. ત્યારબાદ તેઓ અવાર-નવાર ભાવનગરની મુલાકાતે આવતા હતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ચૂસ્ત ગાંધીવાદી નગીનભાઈ શાહ કે જેઓ ૧૯૭૨માં ધારાસભ્ય હતા તેમની સાથે અટલજીને ખાસ ધરોબો હતો તેઓ જ્યારે પણ ભાવનગર પધારતા ત્યારે નગીનભાઈના ઘરે જ તેમનો ઉતારો રહેતો ૧૯૮૪માં ભાવનગર ગંગાજળીયા તળાવ તથા પાલિતાણામાં વિશાળ સભાઓ તેમણે સંબંધી હતી. આ ઉપરાંત ૧૯૭૪ની સાલમાં મહુવામાં પત્રકાર પરિષદ તથા જાહેર સભાઓ યાદગાર સંભારણા બની રહ્યા હતા. તેમના ભાષણ આપવાની લાક્ષણીકતા કામ કરવાની પધ્ધતી તથા દિર્ઘદ્રષ્ટીને જળસંઘ ભાજપ સહિત તમામ પક્ષો આજે પણ સલામ કરે છે. ભાવનગરમાં જળસંઘના જુના કાર્યકરો હરિસિંહ ગોહિલ, લક્ષ્મણ રાજેશ્વર, ઉપેન્દ્ર દવે, જીવણભાઈ પટેલ ચાવાળા, જે.સી.દવે મહાવિરસિંહ ગોહિલ, મગનમલ ટેકવાણી, નિરંજનભાઈ વ્યાસ, સહિત અનેક પીઢ જનસંઘના કાર્યકરો સાથે વર્ષો સુધી સંબંધો અકબંધ રહ્યા હતા અટલજી આમ જનતા માટે કાયમ આદર્શ નેતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here