લોકસભા સાથે ૪ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં કરવી શક્ય છે : ઓપી રાવત

0
1023

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે આગામી લોકસભાની ચૂંટણી માટે નવા નવા નિવેદનો આપી રહ્યા છે. હવે ઓપી રાવતે કહ્યું કે, જો લોકસભાની ચૂંટણીને વહેલી કરવામાં આવે તો ચૂંટણી પંચ લોકસભા અને ૪ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે ડિસેમ્બરમાં કરવવા માટે સક્ષમ છે. બુધવારે તેમને કહ્યું કે, આ બંને ચૂંટણી માટે દેશમાં ૧૭.૫ લાખ માંથી ૧.૫ લાખ ફફઁછ્‌ મશીન નવેમ્બરના અંત સુધીમાં મળી જશે.

થોડાં સમય પહેલા ઓપી રાવતે કહ્યું હતું કે, વર્તમાન સમયની સ્થિતિને જોતાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવી લગભગ અશ્કય છે. રાવતે આ ટિપ્પણી એવા સમયે આપી હતી જ્યારે લોકસભાની ચૂંટણીને મધ્યપ્રદેશ છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણી સાથે ડિસેમ્બરમાં કરાવવાની વાત કરવામાં આવી રહી હતી. અને તેના માટે મુખ્ય ચૂંટણી પંચ તૈયાર છે કે નહીં તેમ તેમને પૂછવામાં આવ્યું હતું. જ્યારે રાવતે કહ્યું હતું, કોઈ મુશ્કેલી નથી.  જેના પછી આગામી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯ના બદલે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮માં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની વાત સામે આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here