યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા દશાબ્દી મહોત્સવ યોજાયો

1819

સિહોર સ્થિત યુવા યુગ પરિવર્તન સંગઠન જે યુવાઓ દ્વારા આજના યુગમાં જે.જે. પરિવર્તનો લાવવા જરૂરી છે. જેવા કે યુવા શિક્ષીત બેન, વ્યસન મુક્ત બને, આજનો યુવાન ગેરમાર્ગે ન દોરાઈ એજયુકેશનમાં ધ્યાન આપે દેશની સેવા કરેથી લઈ દેશ હિતના કાર્યો કરી રહી છે. સ્વદેશી અપનાવો સંકલ્પ છે. તેવા વાયવાયપીએસ સંસ્થામાં તમામ નવ લોહિયા યુવાનો જ કાર્યો કરીર હ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા વાયવાયપીના ૧૦ વર્ષ પુર્ણ થતા દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે દસ વર્ષ દરમિયાન દર વર્ષે ઈનામ વિતરણ જેવા કર્યો કરી શાળાઓનો વિદ્યાર્થીઓને ૧૦ વર્ષથી પ્રોત્સાહિત કરે છે ત્યારે દશાબ્દી મહોત્સવમાં તમામ શાળાઓ દ્વારા પોતાની કલાકૃતિઓ રજુ કરેલ અને આ કાર્યક્રમમાં અલગ અલગ કુલ ર૩ ઈવેન્ટો થઈ હતી. જે આજ સુધી આટલી બધી ઈવેન્ટ સાથેનો સતત ૬ કલાકનો કાર્યક્રમ ભરચક જનમેદની તથા વાલીઓ સાથેનો કયારેક યોજાયો નથી.  ખીચોખીચ સિહોરનો બંધન પાર્ટી પ્લોટ ભરાયો હતો ત્યારે સેવાકીય સંસ્થા વાયવાયપીએસની કાર્યો અંગેની માહિતી પ્રમુખ  મલયભાઈ રામાનુજ દ્વારા અપાય હતી. ત્યારે ઈન્ડીયન રેડક્રોસના ડો. પ્રશાંતભાઈ આસ્તીક દ્વારા રેડક્રોસના કાર્યો જણાવ્યા હતાં ત્યારે આમંત્રીત મહેમાનો દ્વારા વાયવાયપીએસ ગૃપને આવી સેવાકીય પ્રવૃતતિ કરવા બદલ આર્થિક સહયોગ આપ્યો હતો.

Previous articleરાજુલાના રામપરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Next articleરિચાએ લીધો ઓર્ગન ડોનેશનનો સંકલ્પ!