રિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત હશે : રિપોર્ટ

0
940

બોલિવુડ સ્ટાર રિતિક રોશન હાલના દિવસોમાં ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બાયોપિક સુપર-૩- નામની ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ રહેલા છે તેના પર કામ કરનાર છે. ત્યારબાદ તે ટાઇગર શ્રોફ અને વાણી કપુર અભિનિત એક ફિલ્મનુ શુટિંગ પણ કરનાર છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. ટાઇગર શ્રોફ રિતિક રોશનના મોટા ચાહક તરીકે છે અને હવે તેને રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ગઇ છે. હાલના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બે ફિલ્મો બાદ રિતિક રોશન બીજા નવા પ્રોેજેક્ટ પર કામ કરનાર છે. જેમાં પ્રથમ ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તાની સ્પાઇ થ્રીલર ફિલ્મ છે. જે એક રો એજન્ટની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે અર્જુન કપુર પણ કામ કરનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here