અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ૭રમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

917

૧૫-મી ઓગસ્ટ એટલે આપણો આઝાદી દિવસ. વર્ષ ૧૯૪૭માં આઝાદ થયેલ આપણા દેશનો આ ૭૨મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસ દરમિયાન સમગ્ર દેશમાં  દેશભક્તિના માહોલ વચ્ચે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે આઝાદી પૂર્વે ૧૯૩૨માં સ્થપાયેલ ભાવનગરની   કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ  શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં ક્રિષ્ના ફાઉન્ડેશનનાં જુગલ ભાટીયાનાં વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોની સંગીત ટીમે દેશભક્તિના ગીતો ગાય દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ યોગાસનો અને વિવિધ કરતબો પેશ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ શિક્ષકો, બાળકો અને ઉપસ્થિત મહેમાનોને સંબોધતા જણાવ્યું હતું કે- ‘આજનો દિવસ એ નવી શરૂઆતનો દિવસ છે અને આજના દિવસે જ આપણે એક નવા સોપાનની શરૂઆત કરીએ તો, સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોને કોમ્પિટીટીવ એક્ઝામની સઘન તાલીમ આપી શિક્ષણની સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકોના કેરિયરને પણ મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવો સંકલ્પ લઇ તેઓએ વર્ષ ૨૦૨૨ સુધીમાં શાળાના કોઈ વિદ્યાર્થીને આઇ.એ.એસ જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરાવવા માટે પણ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. શાળાના શિક્ષકોને આ અંગે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અને આ અંગે જરૂરી માહિતી મેળવવા સૂચિત કર્યા હતા.

આ પ્રસંગે ક્રિષ્ના ફાઉન્ડેશનના સભ્યો ખાસ પ્રજ્ઞાચક્ષુ બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આં ઉપરાંત તેઓએ નિશાન પી. લિમિટેડ ગ્રુપનાં સભ્યોએ હૉમ સાયન્સ સેન્ટરમાં સાધનોની ખરીદી માટે ડોનેશન આપ્યું હતું. જ્યારે સંસ્થાના પ્રમુખ શશીભાઈ આર. વાધારને  પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં સર્વાંગી વિકાસ માટે કાર્યકરવા બદલ રાજ્યનો શ્રેષ્ઠ એવો સ્વ. ભીખાભાઈ ચુનીલાલ શાહ-એવોર્ડ ૨૦૧૮ રાજ્યપાલના હસ્તે ગત ૫ મી ઓગસ્ટનાં રોજ એનાયત કરવામાં આવ્યો હતો જે બદલ સમગ્ર સંસ્થા પરિવારે વતી માનદ્‌ મંત્રી મહેશભાઈ પાઠકે શાલ ઓઢાડી  શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સંસ્થાના ટ્રેઝરર પંકજભાઈ એન. ત્રિવેદી, ટ્રસ્ટી સજ્જનસિંહ ગોહિલ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા તેમજ ભીગીની સંસ્થાના ટ્રસ્ટીઓ સહીત બાળકો, શિક્ષકો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદારૂલ ઉલુમ નુરે મોહમંદી દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ
Next articleદામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ ભાવનો માહોલ