બરવાળાના રોજીદ પાસે એસટી બસ – ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત

1792

બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે એસ.ટી.બસ અને ટ્રક ટેન્કર દુધ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોને નાની મોટી લોહીયાળ ઈજાઓ પહોચી હતી આ બનાવની જાણ બરવાળા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા તેમજ પાયલોટ પરેશભાઈ દુલેરાને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બરવાળા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બરવાળા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા-ધંધુકા હાઈવે ઉપર આવેલ રાજીદ ગામ પાસે તા.૧૭/૦૮/ર૦૧૮ ના રોજ સાંજના ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં કૃષ્ણનગર- ગારીયાધાર એસ.ટી.બસ નં.જી જે.૧૮. ઝેડ.૧૧૬પ અને દુધ વાહન ટ્રક ટેન્કર નં.જીજે. ૧૬ .એયુ. ૯૬૯૬ વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા હતો ધડાકાભેર અકસ્માત સર્જાતા હતો. આ અકસ્માત સર્જાતા એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલા (૧) દેવજીભાઈ બીઠાભાઈ ડોડીયા ઉ.વ.૬૩ રહે.અમદાવાદ (ર) વ્રજલાલ નગીનદાસ ગાળીયા ઉ.વ.૬પ રહે.બોટાદ (૩) જયાબેન કાનાભાઈ ટાંક ઉ.વ.પર રહે.અમદાવાદ (૪) મેહુલભાઈ હરીરામ ગોંડલીયા ઉ.વ.ર૭ રહે.ગઢડા ને નાની મોટી લોહીયાળ ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયારે દુધ વાહન ટ્રક ટેન્કરનો ચાલક વાહન મુકી ફરાર થઈ ગયો હતો.આ અંગે અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર આ બનાવ અંગે કોઈ પોલીસ ફરીયાદ નોંધાયેલ નથી.

Previous articleશિવકુંજ આશ્રમ જાળીયામાં ચાલી રહેલ પંચ મહાયાગ
Next articleભારતની પહેલી બહુભાષી ફિલ્મ III સ્મિમિંગ બૈલર’નું ફર્સ્ટ લુક લોંચ!