યુએનના ભૂતપૂર્વ મહાસચિવ અને નોબલ પુરસ્કારથી સન્માનિત કોફી અન્નાનનું નિધન

991

મૂળ ઘાનાના રહેવાસી કોફી અન્નાનને વૈશ્વિક સ્તરે શાંતિ પ્રયાસો અને ગરીબી નાબૂદીના કાર્યક્રમો માટે ઓળખવામાં આવે છે

યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ મહાસચિવ અને શાંતિના પ્રયત્નો માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કોફી અન્નાનનું શનિવારે સવારે સ્વિત્ઝર્લેન્ડમાં ૮૦ વર્ષની ઉંમરે બિમારીના કારણે નિધન થયું છે. મૂળ ઘાનાના રહેવાસી કોફી અન્નાનને વૈશ્વિક સ્તરે શાંતિ પ્રયાસો અને ગરીબી નાબૂદીના કાર્યક્રમો માટે ઓળખવામાં આવે છે.

કોફી અન્ના યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપવા અને ઇમિગ્રન્ટ્‌સને ફરીથી વસવાટ માટે વૈશ્વિક સ્તર પર થતા પ્રયાસોની આગેવાની કરી ચૂક્યા છે. અન્નાન પહેલાં આફ્રિકા મૂળના સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) મહાસચિવ હતા. તેઓએ સતત બે ટર્મ ૧૯૯૭થી ૨૦૦૬ સુધી મહાસચિવ પદે રહ્યા. મહાસચિવ દરમિયાન તેઓએ ૨૦૧૫ સુધી વૈશ્વિક ગરીબીને ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ હતું.હાલના દિવસોમાં તેઓ રોહિંગ્યા અને સીરિયાના શરણાર્થી સંકટ સમાધાન માટે કામ કરી રહ્યા હતા. સીરિયામાં સંકટના સમાધાન માટે તેઓએ સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદ સાથે મુલાકાત કરી હતી.

Previous articleશમીને રાહત : અલીગઢ કોર્ટે હસીન જહાંનો ભરણપોષણનો દાવો નકાર્યો
Next articleમનીષ સિસોદિયાની વિરૂધ્ધ માનહાનિની ફરિયાદ રદ કરાઇ