૧૧૩ કેસમાં આરોપી દિલ્હીની મૉસ્ટ વૉન્ટેડ મમ્મીની ધરપકડ

906

મમ્મીના નામથી જાણીતી બનેલી લેડી ડોન બસીરનને બાતમીના આધારે પકડવામાં પોલીસને સફળતા મળી છે. તેમના વિરુદ્ધ પોલીસમાં લગભગ ૧૧૩ કેસ નોંધાયા છે.

૧૧૩ કેસોમાં વોન્ટેડ લેડી ગેન્ગસ્ટરને દિલ્હી પોલીસે શનિવારે ધરપકડ કરી છે. આરોપી દિલ્હીના પાંચ ખૂંખાર મહિલા અપરાધીઓમાંની એક હતી, પોલીસના હાથે લાગેલી ૬૨ વર્ષીય બસીરનને તેમની ગેન્ગના સભ્ય મમ્મીના નામથી બોલાવવામાં આવતી હતી.

રાજસ્થાનની રહેવાસી બસીરન ૪૫ વર્ષ પહેલા દક્ષિણ દિલ્હી આવી હતી અને ઝુગ્ગી ઝૂંપડીઓમાં ગેરકાયદેસર દારૂ વેચતી હતી. તેણે નાના-મોટા ગુનાથી શરૂઆત કરી અને ગુનાની દુનિયામાં જલ્દી જ મશહૂર થઈ ગઈ.

ડેપ્યુટી પોલીસ કમિશ્નર રોમિલ બાનિયાએ જણાવ્યુ કે ગુપ્ત માહિતીના આધારે બસીરનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તે પોતાના પરિવારને મળવા આવી હતી. તે એક કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર હતી. તેને કોર્ટ દ્વારા ૨૫ મેએ કુખ્યાત અપરાધી જાહેર કરાઈ અને તેની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.

Previous articleકેરળમાં પૂરગ્રસ્તોને બચાવવા ઈસરોના પાંચ સેટેલાઈટ રાહત કાર્યમાં મદદમાં લાગ્યા
Next articleમણિશંકર ઐયરની કોંગ્રેસમાં વાપસી, સસ્પેન્શન પાછું ખેંચાયુ