દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ થવા પર આશંકા

1115

કેન્દ્ર સરકારની મહત્વની આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના દિલ્હીમાં લાગુ થશે કે નહીં તે વિશે અટકળો સેવાઈ રહી છે.  તેનુ કારણ એ છે કે દિલ્હી સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં કોઈ નિર્ણય લઈ શકતી નથી.

સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર કિર્તી ભૂષણના કહેવા અનુસાર સમજૂતી કરાર સ્વાસ્થય મંત્રાલયે મોકલ્યો છે. આ વિશે અત્યારે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

યોજના અંતર્ગત લાભાર્થીઓની શોધ કરવા માટે કેન્દ્ર સરકાર ૨૦૧૧ની સામાજિક- આર્થિક વસ્તી ગણતરીના આંકડાઓ પર નજર કરી રહી છે. આ આંકડા અનુસાર માત્ર ૩૦ લાખ લોકોને લાભ મળી શકશે.

દિલ્હી સરકારે એવા સંકેત આપ્યા કે સમજૂતી ના થવાથી તેઓ પોતાની સ્વાસ્થ્ય વીમા યોજના લાવવા માટે કામ કરી રહ્યા છે.

Previous articleમણિશંકર ઐયરની કોંગ્રેસમાં વાપસી, સસ્પેન્શન પાછું ખેંચાયુ
Next articleપાક.પીએમ ઇમરાને મંત્રીમંડળની કરી જાહેરાત, કુરૈશીને બનાવ્યા વિદેશ મંત્રી