મિચેલ જ્હૉન્સને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

1214

ઑસ્ટ્રિેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ જહોનસને કહ્યું હતું કે તેનું શરીર વધુ શ્રમ ન ઝીલી શક્તું હોવાના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ત્રણ વર્ષ પૂર્વે વિદાય લીધા પછી હવે બધા પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.

૩૬ વર્ષનો જહોનસન ગયા મહિને બિગ બેશ લીગ (બી. બી. એલ.)માં પર્થ સ્કોર્ચર્સની ટીમમાંથી ખસી ગયો હતો, પણ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) કે અન્ય રાષ્ટ્રીય સર્કિટની ટી-૨૦ સ્પર્ધામાં રમવા ઉપલબ્ધ હતો.

પણ, તેણે કહ્યું હતું “હવે બધું સમાપ્ત થઈ ચૂક્યું છે અને મેં મારો આખરી બોલ ફેંકી દીધો છે તથા હું બધા પ્રકારની ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું, એમ જહોનસને વેબસાઈટ પર લખ્યું હતું.

જહોનસને કહ્યું હતું કે અગાઉ તે વિવિધ ટી-૨૦ સ્પર્ધામાં આવતા વર્ષ સુધી રમવાનો વિચાર રાખતો હતો, પણ હવે તેનું શરીર શ્રમ કરી શકતું નથી.

જહોનસન આ વર્ષની આઈ. પી. એલ. સ્પર્ધાથી કમરની પીડાથી પીડાતો રહ્યો છે. જહોનસને નવેમ્બર ૨૦૧૫માં ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી.

તેણે ૨૦૦૭માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી ઑસ્ટ્રેલિયા વતી ૭૩ ટેસ્ટમાં રમી કુલ ૩૧૩ વિકેટ ઝડપી હતી.

તેનો શ્રેષ્ઠ બૉલિંગ દેખાવ ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા સામે ડબ્લ્યુ. એસ. સી. એ. (વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિયેશન)ના ગ્રાઉન્ડ પર ૬૧ રનમાં આઠ વિકેટનો છે.

ભૂતપૂર્વ મહાન ઝડપી ગોલંદાજ ડેનીસ લિલીએ જહોનસનને ‘યુગમાં ફક્ત એક વાર જોવા મળતા બૉલર’ તરીકે ગણાવ્યો હતો.

ઑસ્ટ્રિેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ જહોનસને કહ્યું હતું કે તેનું શરીર વધુ શ્રમ ન ઝીલી શક્તું હોવાના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ત્રણ વર્ષ પૂર્વે વિદાય લીધા પછી હવે બધા પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.

Previous articleદુનિયા મને મારા નામથી જ ઓળખે,બીજા સાથેની તુલનાથી થાકી ગયો : હાર્દિક પંડ્યા
Next articleદીપક કુમારે રાઈફલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો