ઈમરાનનું ભાષણ સાંભળીને લાગ્યુ ભારતના લાલુ પ્રસાદ તેમના સલાહકાર છે

811

પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાન તરફથી આપવામાં આવેલા પોતાના પહેલા જ ભાષણ સાથે આરજેડી અધ્યક્ષ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનું નામ જોડી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પીપલ્સ પાર્ટીના નેતા સૈયદ ખુર્શીદ શાહે ઈમરાન ખાનનાં ભાષણ પર ટીપ્પણી કરતા લાલુ યાદવને જોડ્યાં હતાં.

સૈયદ ખુર્શીદ શાહે કહ્યું હતું કે, ઈમરાન ખાનનું ભાષણ સાંભળીને એવું લાગે છે કે, ભારતના લાલુ પ્રસાદ યાદવ તેમના સલાહકાર છે. એવું લાગતુ જ નહોતું કે દેશના વડાપ્રધાન બોલી રહ્યાં હોય આ ભાષણ દેશના વડાપ્રધાન પદના સ્તરનું બિલકુલ ન હતું. વડાપ્રધાન પદના શપગ્ર ગ્રહણ બાદ ઈમરાન ખાન નેશનલ અસેંબલીમાં ભાષણ દરમિયાન આપી રહ્યાં હતાં તે દરમિયાન વિરોધ પક્ષના કેટલાક નેતાઓ ભારે હોવાળો મચાવવા લાગ્યા અને સાંસદો ધરણા પર બેસી ગયા. જેથી ઈમરાન ખાન ભારે નારાજ થયા. નારાજ ઈમરાન ખાન પણ જોર જોરથી ભાષણ આપવા લાગ્યાં. જેના પર પ્રતિક્રિયા આપતા સૈયદ ખુર્શીદ શાહે કહ્યું હતું કે, તેમનું વલણ અયોગ્ય અને ગેરજવાબદાર હતું. પીપીપીના નેતાએ કહ્યું હતું કે, જો આ જ નવું પાકિસ્તાન છે તો ઉપરવાળો આપણા પર દયા કરે.

 

Previous articleતમામ રસ્તા બંધ થશે તો સરકાર સંસદીય માર્ગે રામમંદિર બંધાવશે : કેશવ પ્રસાદ
Next articleયુપીએ-૧ અને યુપીએ-૨ની સરકારના દશકામાં સૌથી વધુ આર્થિક વૃદ્ધિના રેકોર્ડ : પી. ચિદમ્બરમ