ભાવનગર-મીઠી વિરડી બસ નિયમિત પણે અનિયમિત..!

1680

 

ભાવનગર, તા.ર૦

ભાવનગરથી મીઠી વિરડી ગામને જોડતી એસ.ટી. બસ સેવા લાંબા સમયથી અનિયમિત અને ફિક્સ ટાઈમટેબલ પ્રમાણે ચાલતી ન હોવાના કારણે મુસાફરો ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે.

ભાવનગર જિલ્લાના ૯થી વધુ ગામડાઓ કે જે ઘોઘા સમુદ્ર તટ પર વસુલા છે અને મુખ્ય માર્ગથી દુર અંતરીયાળ એરીયામાં વસેલા છે. આ ગામડાઓમાંથી દરરોજ મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ ભાવનગર શાળા-કોલેજોમાં અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. જેમાં સવારે અને સાંજે તળાજા તાલુકાના મીઠી વિરડી ગામને જોડતી એસ.ટી. બસ સેવા ભાવનગર ડેપો દ્વારા શરૂ છે. આ બસમાં પ્રતિદિન ર૦૦થી વધુ માત્ર વિદ્યાર્થીઓ ભાવનગર સુધી આવવા-જવા માટે ભાવનગર-મીઠી વિરડી બસ સેવાનો ઉપયોગ કરે છે. ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી અને મોંઘા ટીકીટ ભાડાની તુલનાએ આ બસ સેવા વિદ્યાર્થીઓ, મુસાફરોને ભારે અનુકુળ રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા સારી એવી આવક રાખી આપતા આ રૂટ ચલાવવામાં ડાંડાઈ કરવામાં આવી રહી છે. નિયત સમય કરતા મોડી ઉપરાંત અવારનવાર ટ્રીપ કેન્સલ કરવામાં આવે છે. સાંજે ૪ કલાકને પપ મીનીટે ઉપડતી બસમાં પોતાના ઘરે પહોંચવા વિદ્યાર્થીઓ કોલેજના લેક્ચર પણ જતા કરે છે. આથી આ લંગડાતી સેવાને સુવ્યવસ્થિત કરવા મુસાફરો, વિદ્યાર્થીઓ દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.

 

Previous articleનેશનલ થાઈ બોક્સિંગ સ્પર્ધામાં આર.જે.એચ.હાઈ.ને ૯ મેડલ
Next articleસ્વચ્છતાની હિમાયતમાં તંત્ર ખુદ પછાત..!