હિમાલીયા મોલ પાસેથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝબ્બે

1760

શહેરના હિમાલીયા મોલના પાર્કીંગમાંથી દોઢ માસ પુર્વે ચોરી કરેલ બાઈક સાથે સિહોરના ટાણા ગામના શખ્સને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન દુધ ડેરી ઉપર આવતા પો.કો. સત્યજીતસિંહ ગોહિલને ચોરાવ મો.સા. અંગે મળેલી બાતમી આધારે તપાસ દરમ્યાન શંકાસ્પદ મો.સા. સાથે વિશાલ રમેશભાઈ કાંબડ (ઉ.વ.ર૦) રહે. મહાવિરનગર ટાણાગામ તા. સિહોર જી. ભાવનગર વાળો મળી આવેલ. તેની પાસેથી હિરો હોન્ડા પ્લસ મો.સા. આગળ-પાછળ રજી. નંબર છેકી નાખેલ જે જીજે ૦૪ બીજે ૪૦૯૦ વંચાય છે. તે મળી આવેલ. જે મો.સા.નાં આધાર પુરાવા માંગતાં નહિં હોવાનું જણાવેલ. તેણે ઉપરોકત મો.સા. ચોરી અગર તો છળકપટથી મેળવે હોવાનું જણાતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

ઈસમની પુછપરછ કરતાં આજથી દોઢેક મહિના પહેલા તેણે તથા તેના મિત્ર રવિ ઘનશ્યામભાઈ મકવાણાએ ભાવનગર હિમાલીયા મોલના પાર્કિંગમાંથી ચોરી કરી તેના અંગત ઉપયોગમાં વાપરતો હોવાની કબુલાત કરેલ.

Previous articleદિવાનપરા રોડ પર જાહેરમાં જુગાર રમી રહેલા ૪ ઝડપાયા
Next articleશહેરમાં દબાણ હટાવ ડ્રાઈવ યથાવત