નર્મદા ડેમમાં સપાટી વધતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવી સંભાવના

0
509

ગુજરાત માથેથી જળસંકટનો ભય ધીમેધીમે દૂર થવા લાગ્યો છે. રાજ્યમાં વરસાદની સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહી છે. ગુજરાત માટે આ સૌથી મોટા સમાચાર છે. હવે પાણીનું સંકટ ટળતાં ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે. સરકારે સિંચાઈ માટે પાણી બંધ કરી દીધું હતું. હવે ધીમેધીમે પાણીની સપાટી વધતાં ખેડૂતોને ફરી સિંચાઈનું પાણી મળવાની આશા વધી છે. હાલમાં પાણીની જાવકમાં પણ વધારો થયો છે.

રાજયમાં ૧૪ જિલ્લાઓમાં પાણીની ઘટ છે. જો નર્મદામાંથી સિંચાઈનું પાણી નહીં મળે તો રવી સિઝન અને ઉનાળું સિઝનમાં ગુજરાતના ઘણા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ છે. હાલમાં પાણીની આવકમાં વધારો એ ખેડૂતો માટે રાહતના સમાચાર છે. પાણીની આવકમાં વધારો થતાં સરકારે સિંચાઈનું પાણી ખેડૂતોને ન આપવાનો નિર્ણય આવક વધે તો બદલાઈ શકે છે.

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીમાં ધરખમ વધારો નોંધાયો છે. અને જળસપાટી વધીને ૧૧૪.૬૯ મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ પડતા ડેમની જળ સપાટીમાં ૧૨ કલાકમાં ૩૫ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. દર કલાકે બે સેન્ટીમીટર જળસ્તર વધી રહ્યું છે. કેનાલ હેડ પાવર  હાઉસનું  એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યુ છે.પાણીની આવક ૨૪, ૨૨૬ ક્યુસેક છે જ્યારે પાણીની જાવક ૩,૬૬૮ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here