ઈંગ્લેન્ડ ઑપનર એલિસ્ટ કૂક ચોથી ટેસ્ટ મેચ ગુમાવશે..!!?

0
607

ધ રોસ બોલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ઈંગ્લેન્ડનો ઓપનર અને દિગ્ગજ બેટ્‌સમેન એલિસ્ટર કૂક ભારત સામે ૩૦ ઓગસ્ટથી શરૂ થતી ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે. કૂક ભારત સામેની ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે. કૂક અને તેની પત્ની એલિસ ગુરુવાર, ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી સાઉથમ્પટન ટેસ્ટના દિવસે જ ત્રીજા બાળકની આશા રાખી રહ્યા છે. આ અવસર પર એલિસ્ટર કૂક તેના પરિવાર સાથે હોઈ શકે છે અને તેના કારણે ભારત સામે રમાનારી ચોથી ટેસ્ટ મેચ ગુમાવી શકે છે. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ મેનેજમેન્ટ એવી આશા રાખી રહ્યું છે કે બાળકના જન્મને ધ્યાનમાં રાખીને કૂકને ચોથી અને મહત્વની ટેસ્ટમાં રમવાની મંજૂરી પણ આપવામાં આવી શકે છે. જો કૂક ટેસ્ટ મેચ નહીં રમે તો તેનો સળંગ ૧૫૭ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ તુટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here