રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા બસુ

0
804

અભિનેત્રી બિપાશા બસુએ કહ્યું છે કે, તે રિયાલીટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખુબસુરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખુબ સમર્થન મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.  બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલીટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી. મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા ૩૯  વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, કરણસિંહ ગ્રોવરની સાથે તે ટૂંક સમયમાં જ ફરી ફિલ્મોમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here