ગુજરાતી ફિલ્મ ‘લાંબો રસ્તો’ના ટ્રેલરે યુટ્યુબ અને ફેસબુક ઉપર ચાર લાખથી વધુ હિટ્‌સ મેળવી અનેરી સિદ્ધિ મેળવી

0
734

આરકેસી મોશન પિક્ચર્સની એકદમ નવીન વાર્તા અને મ્યુઝિક ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘લાંબો રસ્તો’ના ટ્રેલરને દર્શકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્‌યો છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયાના માત્ર બે દિવસમાં જ ચાર લાખથી વધુ દર્શકોએ ટ્રેલરને જોતાં આ ફિલ્મના ટ્રેલરે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં યુટ્યુબ અને ફેસબુક ઉપર સૌથી વધુ હિટ્‌સ મેળવનાર ટ્રેલરનું ગર્વ પણ હાંસલ કર્યું છે. ટ્રેલર રિલિઞ થયાના ગણતરીના કલાકોમાં જ ૧૦ લાખથી વધુ હિટ્‌સ મળી છે, જે ખુબજ પ્રોત્સાહક બાબત છે. આરકેસી મોશન પિક્ચર્સના બેનર સાથે ફિલ્મના પ્રોડ્‌યુસર રજત ચૌધરી છે તથા મિહિર ભુટાએ ફિલ્મની વાર્તા અને દિગ્દર્શન કર્યું છે. ૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલિઝ થનારી ફિલ્મ લાંબો રસ્તોના મુખ્ય કલાકારો જય સોની, શ્રેણુ પરિખ, મૌલિક પાઠક, મનોજ જોષી અને અનંગ દેસાઇ છે. ઉલ્લેખનીય છે કે અદ્ભુત મ્યુઝઇકની સાથે-સાથે મજબૂત સ્ટારકાસ્ટ, ડાયલોગ અને સીન ધરાવતા લાંબો રસ્તો ફિલ્મને દર્શકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ સાંપડવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here