સિદ્ધૂના બચાવમાં ઉતર્યા ઈમરાન ખાન, પાકિસ્તાન આવવા બદલ માન્યો આભાર

1397

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણમાં જવાને લઇ ભારતમાં ઘેરાયેલ કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં હવે ઇમરાન આવી ગયા છે. ઇમરાને ટિ્‌વટર પર જયાં એક બાજુ સિદ્ધૂનો આભાર માનતા તેમને શાંતિના દૂત ગણાવ્યા છે તો બીજીબાજુ સિદ્ધૂની આલોચના કરનારાઓને શાંતિ માટે હાનિકારક ગણાવ્યા છે.

ઇમરાને ટ્‌વીટ કરી કે હું સિદ્ધુનો મારા શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાન આવવા માટે આભાર માનું છું. તેઓ શાંતિના દૂત છે અને તેમણે પાકિસ્તાનના લોકોને ખૂબ જ પ્રેમ આપ્યો. જે લોકો તેમને નિશાન બનાવી રહ્યાં છે તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિને હાની પહોંચાડી રહ્યાં છે. શાંતિ વગર આપણા લોકોનો વિકાસ કયારેય થઇ શકે નહીં.

ઇમરાને બીજી ટ્‌વીટમાં લખ્યું કે આગળ વધવા માટે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર સહિત તમામ વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. ગરીબી હટાવા અને ઉપમહાદ્વીપમાં જીવનસ્તરને ઉપર લઇ જવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો વાતચીત દ્વારા આપણા મતભેદ ઉકેલવા અને વેપાર શરૂ કરવાનો છે.

Previous articleમને સંઘર્ષથી ડર નથી લાગતોઃઅશ્રુત જૈન
Next articleઅમરનાથ યાત્રાને ત્રણ દિન  માટે સસ્પેન્ડ રાખવા નિર્ણય