૯ ચોરાઉ સાયકલ સાથે શખ્સ ઝડપાયો

1314

ભાવનગર શહેર-જિલ્લામાંથી રોજબરોજ સાયકલ ચોરાવાના બનાવો બનતા હોય છે. જેમાં સાયકલ માલિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવા જાય ત્યાં ફરજ પરના અધિકારી માત્ર અરજી લઈ ફરિયાદીને રવાના કરી દેતા હોય છે. જે બાબતને ધ્યાને લઈ પોલીસવડા પ્રવિણસિંહ માલે તમામ પોલીસ મથકોને સાયકલ ચોરોને ઝડપી લેવા સુચના કરતા આજરોજ ઘોઘારોડ પોલીસે નવ ચોરાઉ ગીયરવાળી સાયકલ સાથે કુંભારવાડાના શખ્સને ઝડપી લઈ નાના બાળકોની ચોરી થયેલી સાયકલો કબ્જે લીધી હતી.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ. ઠાકરએ હાલમાં નાના બાળકોની સાયકલો ચોરી થવાની ધટનાઓ પ્રકાશમાં આવતા તે સંબધે ભાવનગર જિલ્લાના તમામ પોલીસને સાયકલ ચોરો પર સકંજો કસવા માટે કડક સુચના થતા આ અંગે ધોધારોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ ધોધારોડ ડી સ્ટાફને સખત કામગીરી કરવા સુચના થતા આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ આસી. સબ ઇન્સ.એમ.એમ.મુનશી તથા યોગભા જાડેજા, ફારૂકભાઇ મહીડા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, જયદિપસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ચુડાસમા, વનરાજસિંહ પરમાર વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન હેડ કોન્સ. યોગભા જાડેજા, પો.કોન્સ. જયદિપસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી આધારે હિતેષ ઉર્ફે તોલો હિમંતભાઇ પરષોત્તમભાઇ રાઠોડ, ઉવ.૧૮ રહે.કુંભારવાડા, માઢીયારોડ, શેરી નં.૦૭, ભાવનગરવાળાને નવ ગીયરવાળી નાના બાળકોની સાયકલો જેની કિ.રૂા.૫૨,૦૦૦/- સાથે આધાર પુરાવા વગર સીઆરપીસી કલમ-૪૧(૧)(ડી) મુજબ પકડી પાડી તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આસી.સબ ઇન્સ. એમ.એમ.મુનશીએ  ધોરણસરની કાર્યવાહી કરેલ.

Previous articleશિવાજી સર્કલ પાસેથી દબાણો હટાવાયા
Next articleશહેરને સ્વચ્છ બનાવવા મહાપાલિકાની નેમ