મોબાઈલ કોર્ટની ઝપટમાં ૨૦ દિવસમાં ૧૨૦૦ લોકો

2407

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં શરૂ કરવામાં આવેલ મોબાઈલ કોર્ટ સંદર્ભે માત્ર ર૦ દિવસમાં ૧ર૦૦થી વધુ આસામીઓ સામે કાર્યવાહી કરી રૂા. દોઢ લાખનો દંડ વસુલ્યો છે.

રાજયના અન્ય મહાનગરોની તુલનાએ ભાવનગર શહેરમાં જાહેર સ્વચ્છતા તથા તંત્રના ચોક્કસ નિયમોનુ ચુસ્ત પણે પાલન કરવામાં ન આવી રહ્યું હોય જેને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત ૧ ઓગષ્ટના રોજ મોબાઈલ કોર્ટે રજુ કરી છે. આ હરતીફરતી કોર્ટ તથા કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરિ જાહેરમાં કચરાનો નિકાલ ગંદકી, પાણીનો બગાડ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ તથા વેચાણ કચરાપેટીનો અભાવ જાહેરમાં શૌચક્રિયા, ખાણીપિણીના સ્થળ પર નિયમનો ભંગ સહિત અનેક બાબતોને લઈને નિયમ ભંગ કરનાર આસામીને ઘટના સ્થળે રંગેહાથ ઝડપી લઈ સ્થળ પર જ જેતે ગુના સબબ દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ૧ ઓગષ્ટ ર૦૧૮ થી ર૧-૮ દરમ્યાન ૧ર૦૦થી વધુ આસામીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી રૂા. ૧.પ૦ લાખનો દંડ વસુલવામાં આવેલ હતો. આ ઉપરાંત ૩૦ થી ૪૦ આસામીઓ સામે સમન્સની બજવણી પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ અંગે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી આર.જી. શુકલાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કામગીરી વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવશે. અને શહેરના તમામ વોર્ડને આવરી લેવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરીને પગલે શિસ્ત અને અનુશાસન પ્રેમી જનતાઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.

Previous articleબહેરા-મુંગા શાળાના બાળકોને પાઉંભાજી અપાઈ
Next articleઅટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ અર્પવા સર્વદળીય પ્રાર્થના સભા