વિદ્યાર્થી, વ્યસન અને આરોગ્ય

0
1692

વ્યસનમુક્તિનો વિષય દરેકને સ્પર્શે છે પરંતુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને તે વિશેષ સ્પર્શે છે. તેના કારણો (૧) મોટાભાગના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા ભયંકર પરિણામોનો અંદાજ નથી હોતો. (ર) બાળ-વય તથા યુવાન-વયે કુતૂહલવૃતિ સૌથી વધારે હોય છે. તેથી માત્ર કુતૂહલ ખાતર શરૂ કરેલ રોજની ૧ સિગરેટ, ૧ ગુટકો સમય જતા દસ-પંદર કે પચ્ચીસ સુધી પહોંચે છે. આ વ્યસનની ખાસિયત છે. માટે તેનાથી દૂર જ રહેવું. જો વ્યસનમાં પડશો તો વ્યસન તમને પાડશે. (૩) સ્કુલ કે કોલેજમાં જે થોડા ઘણા પ-૧૦ ટકા વ્યસનીઓ હશે તેને જોઈને બિનવ્યસની વિદ્યાર્થીઓને તેની નકલ કરવાનું મન થશે, કારણ કે આ કુમળી વયે આવી વૃત્તિ સૌથી વધુ હોય છે. ટી.વી. કે ફિલ્મોમાં બતાવવામાં આવતા સિગરેટ, તમાકું કે દારૂના સીનની અસર સામાન્ય રીતે પર ટકાને આ વ્યસનમાં સપડાવે છે, તેવો તાજેતરનો સર્વે કહે છે પરંતુ યુવા માનસ પર આ અસર ૩૦ થી ૪૦ ટકા વધારે હોય છે. (૪) વ્યસનથી થતા કેન્સરનું પ્રમાણ વ્યસન કેટલા વખતથી છે તેના પર ખૂબ આધાર રાખે છે. માટે જો દસ કે વીસ વર્ષની વયે વ્યસન શરૂ થાય તો ૪૦-૪પ વર્ષની કમાવાની વયે પત્ની તથા બાળકો તથા કુટુંબની પાયમાલી કરતા કેન્સરો થવાની સંભાવના વધવાના અનેક આધારભૂત સર્વેક્ષણો બહાર પડ્યા છે. (વિશ્વ આરોગ્ય સંસ્થા, અમેરિકન કેન્સર સોસાયટી વગેરે વગેરે). (પ) વ્યસનથી બચવા માટે અથવા તેમાંથી છુટવા માટે વ્યસનમુક્તિ ભાગ-૪ જે વરતેજી આરોગ્ય પ્રકાશન દ્વારા બહાર પડેલ છે તે વાંચવી. શાળા તથા કોલેજમાં વહેંચવા માટે માત્ર ટોકનદરથી આ પુસ્તિક કાળાનાળા પરથી મળશે. આ ૩ર પાનાની પુસ્તીકામાંથી કેટલા અંશો (એ) વ્યસન છોડવા માટે હૃદયપૂર્વકની ઈચ્છા, દ્રઢ મનોબળ અને વ્યસનમુક્તિ પુસ્તિકાનું વારંવાર વાંચન તથા આ સિવાયના ૩પ અમૂલ્ય સુત્રોનો અમલ કરવાથી વ્યસનો ચોક્કસ છુટી જશે. (બી) તમાકુથી શરીરના મોટાભાગના અવયવોના કેન્સર થાય છે. વ્યસન ન હોય તેવી વ્યક્તિ કરતા વ્યસનવાળાને તેની શક્યતા ર૦૦૦ થી ૩૦૦૦ ટકા જેટલી વધારે હોય છે. (સી) વ્યસનથી નાના મોટા સેંકડો રોગો અને હૃદયરોગ, હાઈ બી.પી., બેનસ્ટ્રોક (હેમરેજ, લકવો વગેરે), અંગમૃત્યુ (ગેંગરીન) જેમાં પગ કપાવવો પડે તથા પ૦ થી ૬૦ અવવયોના કેન્સર વગેરે થઈ શકે છે. (ડી) માદક, નશાકારક દ્રવ્યોના દુરૂપયોગ વિશે ચોંકાવનારી હકીકતો. (ઈ) દારૂથી હૃદયને ફાયદો થાય છે તેવા પોકળ પ્રચારને ખુલ્લો પાડતી સચોટ વાતો. (એફ) વ્યસનોમાં ફસાવનારા મુખ્ય ૮ પરિબળોની છણાવટ. (જી) સ્વસૂચનો (સેલ્ફ સજેશન-સેલ્ફ હીપ્નોસીસ) દ્વારા વ્યસનમુક્તિ (એચ) વ્યસનને લગતી ધ્રુજાવી દેનારી રોમાંચક પ્રેરણાદાયક સાત સત્ય ઘટનાઓ (આઈ) બીબીસી રેડિયો દ્વારા પ્રસારીત ધીમુ ઝેર નામનાી સીરીયલની અણમોલ સલાહ અને હકીકતો. (જે) આમીરખાનની સાચા હીરો તરીકે હકીકત (કે) અન્ય રમુજી અને ચિંતનાત્મક વાતો. (એલ) નીરોગી કવન તથા વ્યસનથી થતાં રોગોની ક્લર્ડ તસવીરો અને ઘણુ બધું.

દ્રષ્ટિ રક્ષા

નયન છે તનતણું મહામુલું અણમોલ રતન,

કરી જતન આ રતનનું અટકાવીએ નયનનું પતન

વાતાવરણનું પ્રદુષણ, કુપોષણ, વાંચન-લેખનની કુટેવો, આંખમાં જે તે આંજવાની કુટેવ, આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિનો અભાવ વગેરેને કારણે આ અણમોલ રતન કે હિરોને આપણે પોતે ઝીરો બનાવીએ છીએ. આપણે ત્યાં બાળઅંધત્વનું પ્રમાણ ઘણુ વધુ છે. ખીલ, ઝામર, મોતીયો, આંખના પડદાના રોગો વગેરે પણ જો યોગ્ય સારવાર ના મળે તો દ્રષ્ટિને હાનિ કરે છે. ખૂબ જ જરૂરી સુચનો (ટીપ્સ) પ્રસ્તુત છે.

આંખ પર તાણ આવે તે રીતે જોવાની ટેવ ટાળવી. ત્રાસુ જોવાને બદલે સીધી નજર રાખી જોવું. ટીવીની સાઈઝ ર૦ ઈંચ હોય તો તેનાથી દસ ફીટ દુર બેસવું. વધુ પડતું ટીવી ના જોવું. પુરતા પ્રકાશમાં વાંચવું. ચાલુ વાહનમાં વાંચવું નહીં કે લખવું નહીં. ખૂબ જ વધુ પ્રકાશમાં પણ ના વાંચવું. વેલ્ડીંગ થતું હોય ત્યાં ના જોવું. સુર્યગ્રહણ ના જોવું. આંખમાં સુરમો, કાજળ, આંજણ વગેરે કદી ના આંજવાની તજજ્ઞો ભારપૂર્વક સલાહ આપે છે. આંખમાં તબીબને પુછયા સિવાય કોઈ ટીપા વગેરે ન નાખવા. રોજ બે વાર માટલાઓ ઠંડા શુધ્ધ પાણી વડે આંખો ધોવી. વાંચતી વખતે પુસ્તક એક થી સવા ફુટ દુર રાખવું. પ્રકાશ પુસ્તક પર પડવો જોઈએ, આંખો પર કદી નહીં. જરૂર જણાય તો નંબર કાઢાવી યોગ્ય ચશ્મા પહેરવામાં જરાય સંકોચ ના રાખવો. વાંચતી, લખતી કે કોમ્પ્યુટર વગેરે પર કામ કરતી વખતે દર ૧પ-ર૦ મીનીટે થોડીવાર આંખો બંધ કરી આંખોને હસળવા હાથે દબાવવી. આંખોની કસરત શીખી, તે નિયમિત કરવી. આંખમાં કણું પડે તો જાતે કે અન્ય કોઈ પાસે કઢાવવાને બદલે તબીબને મળવું. વિટામીન એ વાળા આહાર જેવા કે દૂધ, ફળો, ગાજર, લીલા શાકભાજી રોજ ખાવા. (ગર્ભવતી તથા ધ્રાત્રી માતાઓએ તાંદલજા, મેથીની ભાજી, સરગવો, ગાજર, ટમેટા રોજ ખાવા), પપૈયા, કેરી, ગાજરમાં વિટામીન-એ વિપુલ પ્રમાણમાં છે. નવજાત શિશુને પહેલા દિવસથી જ સ્તનપાન કરાવવું. આંખના આરોગ્યને લગતી પુસ્તિકા વાંચી જરૂરી જાણકારી મેળવતા રહેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here