રિયા ચક્વર્તી સુરજની સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

1526

વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેંક ચોરમાં દેખાયા બાદ હવે રિયા ચકવર્તિ નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ તે મુરાદ ખેતાનીની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે આ ફિલ્મમાં સુરજ પંચોલી સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. મુબારકા ફિલ્મના નિર્માતા ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ પ્રકારની ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મ એક જવાન પર આધારિત છે. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પોસ્ટિંગ લેતા રહે છે. સુરજ પંચોલી આ ફિલ્મમાં રોલ કરવા માટે એક જવાની ટ્રેનિંગ લેનાર છે. આર્મીના જવાનના રોલમાં તે દેખાશે. ફિલ્મ કાશ્મીરમાં ઓક્ટોબરના અંતમાં શુટિંગ માટે જશે. નામ ફિલ્મનુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંક સમયમાં ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે. રિયા અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. મુકેશ ભટ્ટ જલેબી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ન્યુ એજ લવ સ્ટોરી બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મનુ નિર્દેશન પુષ્પદીપ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

Previous articleભારત છોડી ચુકેલી સ્ટાર પ્રિયંકા ચોપડા કૃષ-૪માં ચકમશે
Next articleસલમા હાયક પોતાની નવી થ્રીલિંગ ફિલ્મને લઇને ખુશ