સલમાન ખાને વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં લોકોએ કહ્યું,ટાઈગર સો રહા થા

0
658

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઑગષ્ટનાં રોજ લાંબી બીમારી બાદ નિધન થયું હતુ. તેમના નિધનથી બોલીવુડમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મોટાભાગનાં સ્ટાર કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ સલમાન ખાને વાજપેયીનાં નિધનનાં ૪ દિવસ બાદ ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતુ.

સલમાન ખાને લખ્યું છે કે, ‘ખરેખર અટલજી જેવા મહાન નેતા, ઉત્તમ રાજનેતા, વક્તા અને અસાધારણ માણસને ગુમાવીને દુઃખ થઈ રહ્યું છે.’ આ ટ્‌વીટ કરતા જ સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી, સલમાન ખાને હ્લીીઙ્મૈહખ્તનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો છે. તેણે હ્લીીઙ્મૈહખ્તની જગ્યાએ હ્લીીૈહખ્ત લખ્યું છે.

ટ્રોલર્સે સલમાનને કહ્યું કે, ‘ચાર દિવસ પછી યાદ આવી?’ ઉલ્લેખનીય છે કે વાજપેયીનાં નિધન બાદ પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, અનિલ કપૂર, લતા મંગેશકર, ફરહાન અખ્તર વગેરે કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું હતુ. સલમાન ખાને વાજપેયીનાં નિધનનાં ૪ દિવસ બાદ ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here