ભારતની સૌથી મોટી જીત, હોંગકોંગને ૨૬-૦થી હરાવ્યું

1651

ભારતે ૧૮મા એશિયન ગેમ્સના ચોથા દિવસ બુધવારે પુરુષ હોકી સ્પર્ધામાં હોંગકોંગની વિરુદ્ધ ૨૬-૦થી જીત નોંધાવી. પુરુષ હોકી ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે ૧૯૩૨ના ઓલિમ્પિકમાં અમેરિકાને ૨૪-૧થી હરાવ્યું હતું.

ભારતના આકાશદીપ સિંહે બીજી મિનિટે જ મેચનો પહેલો ગોલ કર્યો. ત્યારબાદ ત્રીજી મિનિટમાં મનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારત તરફથી રુપિંદરપાલ સિંહ, હરમનપ્રીત સિંહ અને લલિત ઉપાધ્યાયે ૪-૪ ગોલ કર્યા. આકાશદીપ સિંહે ૩ અને વરુણ કુમાર-મનપ્રીતસિંહે ૨-૨ ગોલ કર્યા. સુનીલ અને વિવેક સાગરે ૧-૧ ગોલ કર્યા.

મેચના બીજા હાફમાં ભારતીય ટીમે પહેલાની અપેક્ષાની ઓછા ગોલ કર્યા પરંતુ ૧૨ ગોલ કરીને ભારત ૨૫-૦થી આગળ થઈ ગયું હતું. આ એશિયન ગેમ્સમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ છે.

 

Previous articleભારતનું ‘કમબેક’ : ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૨૦૩ રને હરાવ્યું
Next articleમહિલાઓની શૂટિંગમાં સર્નોબતે ગોલ્ડ મેડલ જીત્યો