મહિલાઓની શૂટિંગમાં સર્નોબતે ગોલ્ડ મેડલ જીત્યો

0
584

મહારાષ્ટ્રના કોલ્હાપુરની રહેવાસી રાહી જીવન સર્નોબતે અહીં એશિયન ગેમ્સ-૨૦૧૮માં આજે ચોથા દિવસે મહિલાઓની શૂટિંગમાં ૨૫ મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે આ વખતની ગેમ્સમાં ભારતે જીતેલા ગોલ્ડ મેડલનો આંકડો ૪ થયો છે અને કુલ મેડલ્સની સંખ્યા વધીને ૧૧ થઈ છે.

રાહીએ થાઈલેન્ડની હરીફને પરાજય આપ્યો છે. આ હરીફાઈનો કાંસ્ય ચંદ્રક કોરિયાની શૂટરે જીત્યો છે.

કમનસીબે, ભારતને જેને માટે મેડલની આશા હતી તે મનુ ભાકર બાકાત થઈ ગઈ હતી. રાહીએ નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં એનો આ બીજો મેડલ છે. ચોથા દિવસે મહિલાઓની શૂટિંગમાં ૨૫ મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે આ વખતની ગેમ્સમાં ભારતે જીતેલા ગોલ્ડ મેડલનો આંકડો ૪ થયો છે અને કુલ મેડલ્સની સંખ્યા વધીને ૧૧ થઈ છે. રાહીએ થાઈલેન્ડની હરીફને પરાજય આપ્યો છે. આ હરીફાઈનો કાંસ્ય ચંદ્રક કોરિયાની શૂટરે જીત્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here