શું ? પોલીસ માટે કાયદો અલગ હોય છે ?

1597

ભાવનગર શહેર તથા જિલ્લામાં આમ પ્રજાજનો પાસે ટ્રાફીક નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોતાને પ્રાપ્ત સત્તાનો ભરપુર ઉપયોગ કરે છે. અને સામાન્ય  ભુલ કે ચુક સંદર્ભે કાયદાનું બરાબર ભાન કરાવે છે ત્યારે કાયદાના રક્ષકો જ કેટલીકવાર નિયમ પાલનમાં ઉણા ઉતરતા હોય છે. તળાજામાં આવેલ વાવ ચોક વિસ્તાર વહેલી સવારથી મોડી સાંજ સધુી ધમધમતો હોય છે. આવા ભરચક વિસ્તારમાં વાહન વ્યવહાર બરકરાર રાખવા માટે બે હોમગાર્ડ જવાન તથા એક ટ્રાફિક પોલીસ ફરજ પર હાજર હોય છે. ત્યારે એક પોલીસ કર્મી પોતાની કાર રોડ વચ્ચે પાર્ક કરી જતો રહેલ જેના કારણે ટ્રાફિક જામ થઈ  જવા પામેલ આ સમયે ફરજ પર હાજર હોમગાર્ડ મોબાઈલમાં ગેમ રાખવામાં લીન હોય ત્યારે આમ પ્રજાજનોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો હતો કે શું પોલીસ માટે અલગથી કાયદો હોય છે ?

Previous articleશહેરમાં મંદગતિએ મંદવાડનો પગ પેસારો
Next articleચિત્રા ખાતે મકાનના છાપરા ઉપરથી બિયરની ચાર પેટી ઝડપાઈ : મહિલા ફરાર