વસુંધરા રાજેની ૭ દિવસની ગૌરવયાત્રાનો ખર્ચ ૧ કરોડથી વધુ

1099

ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રુપિયા ૧ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. આ દરમિયાન ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ૬ઠ્ઠી ઓગષ્ટે એક વકીલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર મંગળવારે સુનાવણી થઈ, એમાં ભાજપે રાજસ્થાન હાઈકોર્ટને ખર્ચની વિગતો આપી હતી.

હાઈકોર્ટમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.

જેના ભાગરુપે હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.

ભાજપે મુખ્યમંત્રીના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા. ઉપરાંત ૧.૪૦ લાખ રુપિયા પેટ્રોલ-ડીઝલ અ્‌ને ૭ સાત દિવસના ભોજન માટે ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રુપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રુપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રુપિયા જાહેરાતનો ખર્ચ થયો.

પાર્ટીએ જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો. જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રુપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રુપિયા સહિતનો ખર્ચ કર્યો હતો.

Previous articleઅમરનાથ યાત્રા  જારી  ૪૯૯ શ્રદ્ધાળુ રવાના
Next articleકેરળના પૂરથી કોચ્ચિ એરપોર્ટને રુપિયા ૨૫૦ કરોડનું નુકસાન થયું