રવિવારે રક્ષાબંધન, નાળિયેરી પુનમ અને બળેવ

0
1832

શ્રાવણ સુદ પુનમને રવિવારે તા. ર૬-૮-ર૦૧૮ના દિવસે શ્રક્ષાબંધન છે. રવિવારના દિવશે પુનમ સાંજે પ.ર૭ સુધી છે. ઉદયામ તિથિ આખો દિવસ ગણાય છે. આ નિયમ પ્રમાણે આખો દિવસ રક્ષાબંધન ગણાય છે. આમ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. તેમ ખાસ કરીને પ્રદોશ કાળ અને અપરાહન કાળ રાખડી બાંધવા માટે શુભ છે.

આ વર્ષે રક્ષાબંધન એટલે મહત્વનું રહેશે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાદોષ અનેગ્રહણનો દોષ નથી. આખો દિવસ શુભે છે. રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઈ બદલાવશે. તેમાં ઋગ્વેદીઓ પચાંગના નિયમ પ્રમાણે શનિવારે અને શુકલ યજુર્વેદીય ભુદેવો રક્ષાબંધનના દિવસે સવારે જનોઈ બદલાવશે. ભુદેવો સંધ્યાપુજા કરી ઋષિપુજન કરી જનોઈમાંનવતંતુ દેવતાનું પુજન કરી જનોઈ બદલાવશે. સાથે ગાયત્રીમંત્રના જાપ પણ કરશે. નવતત્વોના નામ ૧. ઓંકાર, ર. અગનિ, ૩. સર્પા, ૪. સોમ, પ. પિતૃ, ૬. પ્રજાપતિ, ૭. અનિલ, ૮. સુર્ય, ૯. વિશ્વા તથા ત્રણ ગ્રંથોમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાનું જનોઈમાં પુજન કરી ગાયત્રી મંત્ર બોલી જનોઈ ધારણ કરવી.

ભુદેવો શિવાય બીજી જ્ઞાતીના લોકોએ જનોઈ ધારણ કરેલી હોય તો પોતાની જ્ઞાતીના રિવાજ પ્રમાણે આ દિવસે જનોઈ બદલાવી શકે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેનું આખું વર્ષ નિર્વદનતા પુર્વક પસા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.

એક વખત દેવ અને દાનવો વચ્ચે જંગ થયો દેવો હારવા લાગ્યા આ સમયે ઈન્દ્રાણીએ ઈન્દ્રને રાખડી બાંધેલી અને વિજયની કામના કરેલી અને ત્યાર બાદ ઈન્દ્ર યુધ્ધમાં વિજય પામ્યાં. રક્ષાબંધનના દિવસે જ નાળિયેરી પુર્ણિમા ગણાય છે. આમ જોઈએ તો રક્ષાબંધનના દિવસે ત્રણ તહેવાર આવે છે. ૧. રક્ષાબંધન, ર. શ્રાવણી એટલે જનોઈ બદલાવાનો તહેવાર ૩. નાળિયેરી પુજન

નાળિયેરી પુજનનો બીજો અર્થ સુમદ્ર પુજન. માછીમારો અને સમુદ્રના વ્યાપારીઓ આ દિવસે દરિયાનું પુજન કરે છે ફુલહાર અને નાળિયેર ચઢાવે છે. અને આ દિવસથી દરિયો ખેડે છે.  આમ જોઈએ તો બહેનને જે રાખડીનો કલર ગમે તે શુભ છે. પરંતુ સાથે રાશીભાઈની રાશી પ્રમાણે શુભ કલરની યાદી રજુ કરેલ છે. ૧. મેષ : (સ.લ.ઈ.) પીળા તથા લાલ કલરની રાખડી, ર. વૃષભ (બ.વ.ઉ) સફેદ કરલની રાખડી, ૩. મિથુન (ક-છ-ધ), લીલા કલરની રાખડી, ૪. કર્ક (ડ-હ) પીળા સફેદ કલરની રાખડી, પ. સિંહ (મ.ટ.) લાલ તથા ગુલાબી કલરની રાખડી, ૬. કન્યા (પ-ઠ-ણ) લીલી તથા બ્લુ કલરની રાખડી, ૭. તુલા (ર-ત) લીલી, બ્લુ સફેદ કલરની રાખડી ૮. વૃશ્વિક (ન-ય) – લાલ પીળા કલરની રાખડી ૯. ઘન (ભ-ફ-ધ) કેશરી, પીળો, સફેદ કલરની રાખડી ૧૦. મકર (ખ-જ) બ્લુ તથા લીલી કલરની રાખડી ૧૧. કુંભ (ગ-શ-સ) બ્લ્‌ તથા લીલા કલરની રાખડી ૧ર. મીન (દ-ચ-ઝ-થ) કેશીર, પીળી, ગુલાબી કલરની રાખડી.

રાખડી બાંધવાના શુભ સમયની યાદી ચોધાડ્યા પ્રમાણે સવારે ચલ ૮.૦ર થી ૯.૩૮, લાભ ૯.૩૮ થી ૧૧.૧૩, અમૃત ૧૧.૧૩ થી ૧ર.૪૮, બપોરે શુભ ર.ર૩ થી પ.પ૯, રાત્રેઃ- શુભ ૭.૦૯ થી ૮.૩૪, અમૃત ૮-૩૪ થી ૧૦-૦૦ ધાર્મ સિંધુ ગ્રંથના નિયમ પ્રમાણે શુભ સમયની યાદી, અપશુકન કાળ બપોરે ર-૦૪ થી ૩.૪૬ પ્રદોશ કાળમાં સાંજે ૭-૦૯ થી ૮-૪૦ સુધી રક્ષાબંધન સાચે જ આખા જગતમાં અને હિન્દુધર્મમાં ભાઈ-બહેનના સ્નેહનો અને ભાવનાનો શ્રેષ્ટ તહેવાર છે.

– શાસ્ત્રી રાજદીપ જોષી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here