ઢસા જંક્શન ખાતે બોટાદ પ્રાંતનો ચોથા તબક્કાનો  ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

1109

રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે બોટાદ પ્રાંતનો ચોથા તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢસા જંક્શન, ઢસા ગામ, માંડવા, મોટા ઉમરડા, જલાલપર અને વિકળીયા ગામના લોકોએ ઉપસ્થિત રહી તેમના પ્રશ્નો – રજુઆતો સ્થળ ઉપર રજુ કર્યા હતા.

આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી તથા કાર્ડ ઈસ્યુ કરવા, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળના વ્યકિતલક્ષી લાભો, વિધવા સહાય અને નિરાધાર યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ જેવી બાબતોની ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા ઉજવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસકીટ તથા મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleગીર સોમનાથ જિલ્લામાં ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ
Next articleબોલિવૂડ ડાન્સર અભિજીત શિંદેએ કર્યો આપઘાત