બોલિવૂડ ડાન્સર અભિજીત શિંદેએ કર્યો આપઘાત

0
772

બોલિવૂડના જાણીતા ડાન્સર અભિજીત શિંદેએ આપઘાત કરી લીધો છે. તેમણે રણવીર સિંહ, રણબીર કપૂર અને અજય દેવગણ જેવા મોટા સિતારાઓ સાથે કામ કર્યું છે. તેઓ ગઇકાલે સવારે ગુરૂવારે મુંબઇ સ્થિત પોતાના ઘરમાં સવારે ૬.૩૦ કલાકે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે અભિજીતના ઘરનો દરવાજો ખુલ્લો જોઇને જ્યારે તેઓ અંદર ગયા તો લોકોએ તેમને પંખા પર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જે પછી તેમણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોએ અભિજીત શિંદેને મૃત જાહેર કર્યા હતાં.

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં અભિજીતે પોતાના આપઘાતનું કારણ જણાવ્યું છે. તેમણે સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તે પોતાનું બેંક અકાઉન્ટ પોતાની દીકરીના નામે કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here