પાલિતાણા દિવ્યાંગ બાળકોની સંવેદના કેરલ પુરપીડિતોને અર્પણ

1464

પાલિતાણા બીઆરસી ભવન મુકામે તાલુકાના ૬૦ દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સાથે કેરળ પુરપીડિતો પ્રત્યે અનોખી સંવેદના પ્રગટ કરી પોતાના કૌશલ્ય દ્વારા આશરે ૧૪૦૦ રાખડીનું નિર્માણ કરી વેચાણ અર્થે મુકવામાં આવેલ અત્રે વેચાણથી અંદાજીત ૧૬૦૦૦/- જેવી માતબર રકમ એકત્રિ કરી પ્રધાનમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવવાનો નિરાધાર પાલિતાણા તાલુકાની દિવ્યાંગ દિકરીઓ દ્વારા કરેલ છે. તેમજ પાલિતાણા તાલુકા દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ અત્રે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રીગઅર્ટ, પેપરપેન, પેપરફલાવર જાતે તૈયાર કરી આમંત્રિત મહેમાનોને આપવામાં આવેલ. તેમજ મહેમાનઓને દિવ્યાંગ બાળકોએ રાખડી બાંધીને તથા દિવ્યાંગ બહેનોએ દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ તથા પઝલ્સ સોલ્યુશન જેવા કાર્યક્રમ રજુ કરવામાં આવેલ જે નિહાળી ઉપસ્થિત સૌ કોઈએ ખુશીની લાગણી વ્યકત કરી હતી.

Previous articleરાજુલા કોર્ટમાં નોકરી કરતા રજીસ્ટરનો સળગેલી હાલતે મૃતદેહ મળતા ચકચાર
Next articleવલભીપુરમાં ગંદકીનો અસહ્ય ઉપદ્રવ