શિવકુંજ આશ્રમ ખાતે વૈદિક કર્મનો પ્રારંભ

801

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વૈદિક વાસ્તુશાસ્ત્ર આધારિત યજ્ઞ શાળામાં પંચયાત્રા ચાલી રહ્યો છે. વિશ્વાનંદ માતાજી દ્વારા સમસ્ત વિશ્વ કલ્યાણ અર્થે પુરો શ્રાવણ માસ યજ્ઞોથી ઉજવાઈ રહ્યો છે.

શ્રાવણ માસના પ્રારંભે પાંચ દિવસ ગણેશયાત્રા ત્યાર બાદ ત્રણ દિવસ વિષ્ણુયાગ પુર્ણ થયા બાદ શ્રાવણ સુદ ૧૦ તા. ર૦થી બાર દિવસ માટે મહારૂદ્ર યાગ ચાલી રહ્યો છે. જેની પુર્ણાહુતિ શ્રાવણ વદ -પ તા. ૩૧ના થશે. તેના પછી બે દિવસ માટે નવચંડી યાગ અને પાંચ દિવસ માટે મહાકાલ ભૈરવ યાગ આયોજન થયેલ છે.

શિવકુંજ આશ્રમમાં સંપુર્ણ વૈદીક શાસ્ત્રો રીતે વાસ્તુર્‌ શાસ્ત્ર આધારિત યજ્ઞકુડ અને યહી શાળા નિર્માણ કરવામાં આવી છે. એક એક સ્થાનકના દેવ એક એક ખુણો તેમજ સંતો વગેરે માટે શાસ્ત્રી પરમેશ્વરી પ્રસાદ ત્રંબકલાલ નિર્દેશ તરીકે રહ્યા છે. પંચયાગ ચાલી રહ્યો છે જેના દર્શન માટે સંતો મહાનુભાવો દરરોજ પધારી રહ્યા છે.

Previous articleવલભીપુરમાં ગંદકીનો અસહ્ય ઉપદ્રવ
Next articleચલાળીયા પરિવારનું પ્રેરણાદાયી સદ્દકાર્ય