લાલૂને ફટકો : ૩૦મી ઓગસ્ટ સુધી સેરેન્ડર કરવાનો આદેશ

0
912

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કૌભાંડમાં મામલામાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવને આજે મોટો ફટકો પડ્યો હતો. જામીન ઉપર બહાર રહેલા લાલૂ યાદવે મેડિકલ આધાર પર કોર્ટમાં જામીન વધારવા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે આને ફગાવી દીધી છે. ઝારખંડ હાઈકોર્ટે ૩૦મી ઓગસ્ટે શરણાગતિ સ્વીકારવા માટે સૂચના આપી છે. અત્રે નોંધનીય છે કે, સારવાર માટે લાલૂ હાલમાં જામીન ઉપર બહાર છે.

આ પહેલા કોર્ટે ૧૦મી ઓગસ્ટના દિવસે ૨૦મી ઓગસ્ટ સુધી લાલૂ યાદવની પ્રોવિઝનલ બેલને વધારી દીધી હતી. ઘાસચારા કૌભાંડના અનેક મામલામાં દોષિત જાહેર થયેલા લાલૂ યાદવને રાંચી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here